લંડન: એક ટ્રકમાંથી મળી 39 લાશ, મોત પહેલાની અંતિમ ક્ષણોની ચોંકાવનારી વિગતો સામે આવી

બ્રિટનની રાજધાની લંડનના એસેક્સ વિસ્તારમાં 39 લોકોની લાશ ભરેલું કન્ટેનર મળતાં ચકચાર મચી ગઈ છે. મળેલી લાશમાં 38 વયસ્ક અને એક કિશોર છે. કન્ટેનરમાંથી આટલી બધી લાશો મળ્યા પછી 25 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ આયર્લેન્ડથી થઈ છે. 

લંડન: એક ટ્રકમાંથી મળી 39 લાશ, મોત પહેલાની અંતિમ ક્ષણોની ચોંકાવનારી વિગતો સામે આવી

લંડન: બ્રિટનની રાજધાની લંડનના એસેક્સ વિસ્તારમાં 39 લોકોની લાશ ભરેલું કન્ટેનર મળતાં ચકચાર મચી ગઈ છે. મળેલી લાશમાં 38 વયસ્ક અને એક કિશોર છે. કન્ટેનરમાંથી આટલી બધી લાશો મળ્યા પછી 25 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ આયર્લેન્ડથી થઈ છે. બુધવારે સવારે 1.40 કલાકે ઈસ્ટર્ન એવેન્ટુમાં વાટ્ગ્લેડ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં આટલી બધી લાશોની જાણ થયા પછી એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ મુજબ ટ્રક બહારથી બંધ હતો અને અંદરનું તાપમાન માઈનસ 25 ડિગ્રી હતું. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં તેઓ તરફડિયા મારીને મોતને ભેટ્યા હોવાનું કહેવાય છે. આ લોકોના લંડન આવવાની કોશિશ પાછળ સ્મગલરોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. 

ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ટ્રકની અંદર લોહીથી ખરડાયેલા હાથની છાપ મળી આવી છે. છેલ્લી ક્ષણોમાં લોકો ટ્રકના દરવાજા પર હાથ મારી મારીને મદદની ગુહાર લગાવી રહ્યાં હતાં. આ મામલે ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે અને મામલાની તપાસ થઈ રહી છે. 

અત્રે જણાવવાનું કે બુધવારે બ્રિટનના એસેક્સમાં ટ્રકમાંથી 39 લોકોના મૃતદેહો મળી આવતા હાહાકાર મચી ગયો હતો. ટ્રકને બેલ્જિયમમાં એક ફેરી પર લોડ કરાયો હતો. અત્યાર સુધીની તપાસમાં મૃત લોકોની ઓળખ હજુ સામે આવી શકી નથી. જો કે બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે લોકોની ઓળખ કરવામાં વાર લાગે છે. અન્ય એક માહિતી જે બહાર આવી છે તે મુજબ આ મૃતકોમાં કેટલાક વિયેતનામના લોકો પણ સામેલ હતાં. 

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે વિયેતનામના કેટલાક પરિવારો સામે આવ્યાં છે અને તેમને ડર છે કે તેમના પરિચિતો આ ટ્રક અકસ્માતનો ભોગ બનેલામાં હોઈ શકે છે. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ સૂત્રોએ દાવો કર્યો છે કે 39 મૃત લોકોમાંથી 6 વિયેતનામના હતાં. આ અગાઉ રિપોર્ટ્સમાં એવું કહેવાયું હતું કે તમામ મૃતકો ચીનથી છે જો કે હજુ પુષ્ટિ થઈ નથી. 

વિયેતનામી મહિલા Pham Thi Tra એ માતાને છેલ્લો સંદેશો મોકલતા કહ્યું હતું કે તે તેમને પ્રેમ કરે છે અને હાલ શ્વાસ ન લેવાઈ શકવાના કારણે મોતને ભેટી રહી છે. ત્યારબાદ તેનો તેના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નહતો. સારા જીવનની શોધમાં ચીન દ્વારા બ્રિટન જવા માટે પરિવારે સ્મગલરને 27 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. પરિવારને ડર છે કે Pham Thi Tra મૃતકોમાં સામેલ હોઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news